હાલ ચોમાસાનું સીઝન ચાલી રહ્યો હોવાથી મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગણેશ મહોત્સવનાં તહેવારમાં લોકો મચ્છરજન્ય રોગચાળાનો શિકાર ન બને તે હેતુથી ગણેશચતુર્થી નિમિતે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહજી ઝાલા દ્વારા મોરબીનાં નગરદરવાજાથી દરબારગઢ સુધીના રસ્તાની સાફ સફાઈ કરાવવામાં આવી હતી. તેમજ સેનિટેશન ઇન્સ્પેક્ટર હિતેશ રવેશિયા દ્વારા ડીડીટી નો છટકાવ કરાવવામાં આવ્યો હતો. ત્યારે મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશ દેસાઈ,બાંધકામ ચેરમેન દેવા અવાડીયા, સેનીટેશન ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા,ચેરમેન ભાવિક જારિયા, હેલ્થ એન્ડ હાઈજીન ચેરમેન આશિફ ઘાચી દ્વારા સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.