મોરબી જિલ્લાનાં વાંકાનેરના જાંબુડીયા ગામે રહેતી જાગૃતિબેન નાથાભાઇ સાગઠીયા નામની 18 વર્ષીય મહિલા ગત તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૬/૦૦ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. અને 5 દિવસ થયા છતાં ઘરે પરત ન આવતા આખરે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જાગૃતિબેનની ઓળખ દેખાડતા પરિવાર જનોએ કહ્યું હતું કે, યુવતીએ કબુતરી કલરનો ડ્રેસ તથા લાલ દુપટ્ટો પહેરેલ હતો. અને તેને જમણા હાથમાં અંગ્રેજીમાં જાગૃતિ ત્રોફાવેલ છે અને તેની હાઈટ આશરે પાંચેક ફુટ છે અને શરીરે મધ્યમ બાંધાની અને દેખાવે રૂપાળી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી યુવતીની શોધખોળ શરૂ કરી છે.