આગામી છ થી આઠ મહિનાના સમયગાળામાં સંયુકત સમિતિ રચીને આ સમસ્યાનો નિકાલ કરવાની રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આપી બાહેંધરી
ગત વરસાદ બાદ મોરબી શહેરના સિદ્ધિ વિનાયક સર્કલ થી ઉમિયા સર્કલને જોડતા માર્ગ પર આવેલ અવની ચોકડી વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો જેને પગલે આ ભરચકક વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.જે મુદ્દે રહીશો દ્વારા ઠેર ઠેર રજૂઆતો કરી હતી તેમજ ચૂંટણી માટે મત માંગવા આ વિસ્તારમાં ન આવવા ના પોસ્ટરો પણ લાગ્યા હતા જિલ્લા કલેકટરને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
જેથી રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રહીશોની રજુઆત સાંભળી ને જણાવ્યું હતું કે આ સમસ્યા નો નિકાલ કરવા માટે સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે અને આગામી છ થી આઠ મહિનાના સમય ગાળામાં પાણી નો ભરાવો થવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે એવી બાહેંધરી આપી હતી અને તેમજ રજુઆત કરવા ગયેલા રહીશો એ પણ આ બાહેંધરી થી સંતુષ્ટ હોય અને તે મુજબ સમસ્યાનો નિકાલ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.