મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ પર વિજયનગર ગજાનંદ પાર્કમાં રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા સાત ઇસમોને મોરબી એલસી.બી.એ ઝડપી પાડ્યા છે. અને ગજીપતા તથા રોકડા રૂ.૭,૧૩,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલે મોરબી જિલ્લામાં ચાલતી જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે પોલીસ બેળાને સૂચનો આપ્યા છે. જે અનુસંધાને પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે અને ઠેર ઠેર રેડ કરી પત્તાપ્રેમીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે મોરબી એલસી.બી.નાં HC નિરવ મકવાણા, PC સંજય રાઠોડ તથા ભરતસિંહ ડાભીને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, રવાપર લીલાપર કેનાલ રોડ પર આવેલ વિજયનગર ગજાનંદ પાર્કમાં તુલસી હાઇટ્સનાં ૩૦૨ નંબરનાં મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતાં રોનપોલીસનો જુગાર રમતા સુજીત છગનભાઇ પટેલ, હસમુખ મોહનભાઇ પટેલ, ગોરધન મોહનભાઇ પટેલ, કાંતિ ગોવિંદભાઇ પટેલ, શાંતીલાલ દામજીભાઇ પટેલ, જીતેશ બાલુભાઇ પટેલ અને જયેશભાઇ પરસોતમભાઇ પટેલ ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડા રૂ.૭,૧૩,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી છે.