મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા સાત ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસે રહેલ રૂ.૫૦,૨૫૦/- રોકડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની આર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક અતુલકુમાર બંસલે મોરબી જીલ્લામાં ચાલતી જુગારની બદીને સદંતર નાબુદ કરવા અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એમ.આર ગોઢાણીયાને જરૂરી સુચના આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એમ.આર ગોઢાણીયાના માર્ગદર્શન તેમજ સુચના મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આવા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યવાહી દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફનાં પોલીસ કોન્સ ઈકબાલ ઈસ્માઈલભાઈ સુમરા તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને સંયુકત ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેરમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓ દ્વારા રેડ કરવામાં આવતા જુગાર રમતા અરવિંદ રામજીભાઈ પટેલ, જીતેશ મનસુખભાઈ પટેલ, નીલેષ ભુદરભાઈ પટેલ, સંજય લવજીભાઈ પટેલ, મીતુલ બાબુભાઈ પટેલ, ભાવેશ પરબતભાઈ પટેલ તેમજ નીલેષ જયંતીભાઈ દવે એક કુલ સાત લોકો ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ રૂ. ૫૦,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.