મોરબીમાં વાવડી રોડ પર આવેલ ઉમિયા પાર્ક ની પાછળ ત્રિમુર્તી પાર્ક, સ્વાતિ પાર્ક, તથા શિવમ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સહીયારું આયોજન કરીને ન્યુ જયશ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે.આ ગણેશોત્સવનું વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધી પાંચ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે કોરોના કાળમા વર્ષ ૨૦૧૯/૨૦ માં સરકારની ગાઇડલાઇન અનુસાર આયોજન થઈ શક્યું ન હતું પરન્તુ હાલમાં ૨૦૨૨ માં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં આ ઉત્સવ દરમિયાન દરરોજ સવારે પચોપચાર પુજા, આરતિ, અને પ્રસાદ તેમજ સંધ્યા આરતિ તેમજ પ્રસાદ નુ નિયમિત વિતરણ કરવામાં આવે છે અને દરરોજ રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રાસ ગરબા નુ આયોજન
તેમજ રાસ ગરબા દરમિયાન હાજર સૌ ભક્તજનોને દરરોજ વિવિધ નાસ્તો આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા પણ આપવામાં આવે છે.આ સંપુર્ણ ઉત્સવની કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવ ની ભાવનાથી સાર્વજનિક રીતે ઉજવણી કરવામાં આવે છે તેમજ ઉત્સવના છેલ્લે દીવસે ગણપતી બાપાની મહાઆરતી તેમજ ૫૬ ભોગનુ આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લે દીવસે આવેલ ફાળામાથી આગામી વર્ષના ઉત્સવના ખર્ચ કાઢતા વધતી રકમનુ ગૌ શાળામાં અનુદાન કરવામાં આવે છે ને સૌ સાથે મળી ને અને ભોજન પ્રસાદ લઈ પ્રેમ ભાવના જળવાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે.