મોરબીમાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ દારૂ અને જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સૂચના કરેલ હોવાથી તે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આવા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન ગઈકાલે બે ઈસમોને કિંગફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે, મેગ્નમ સીરામીક સામે બે શંકાસ્પદ શખ્સ જણાતા તેમની GJ-36-AD-0501 નંબરની સુઝુકી કંપનીનું એક્સેસ સ્કૂટર રોક્યું હતુ. અને અર્જુન રાજુભાઇ ભોજવીયા તથા જીતુ ગિરધરભાઇ દેલવાણીયા નામના બન્ને યુવકની પૂછપરછ કરી ડેકી ખોલતા અંદરથી વેચવાના ઇરાદે લાવેલ કિંગફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના છ નંગ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. ૬૦૦/- તથા મોટરસાઇકલ.ની કી. રૂ. કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૦,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપાયો હતો. જેની સાથે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.