મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની દારૂ જુગાર ની પ્રવૃતિઓને ડામવા માટે સૂચના બાદ પોલીસ તંત્ર દ્વારા પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકના અધિકારીઓ દ્વારા રહેણાંક મકાનમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩ બોટલો ઝડપી લેવામાં આવી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં.૩માં શમસાદ ઉર્ફે સમીર જુસબ કટીયા પોતાના રહેણાંક મકાનમાં કોઈ પણ પાસ પરમીટ કે આધાર વગર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ વેચી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ગત રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા આરોપી શમસાદ ઉર્ફે સમીર જુસબ કટીયા સ્થળ પર હાજર ન મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસને સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ.૬૫૧૫/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.