નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET નું પરિણામ ગઈકાલે જાહેર કર્યું હતું. ત્યારે JEE MAIN-2022 માં જિલ્લા પ્રથમ બાદ NEET-2022 માં પણ મોરબીની નવયુગ સાયન્સ સ્કુલનાં વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે.
નવયુગ સાયન્સ સ્કુલનાં અગાઉ 3 વિદ્યાર્થીએ સાયન્સની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડનાં મેળવ્યું હતું. જે બાદ JEE MAINની પરીક્ષામાં નવયુગ શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર મોરબી જિલ્લા પ્રથમ રહયા હતા. તેમજ NEETની પરીક્ષામાં પણ નવયુગ સાયન્સ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં કલોલા વિશ્વાસ કે. 633 માર્કસ, કુંડારીયા વિમલ એમ. 598 માર્કસ અને કડિવાર કેવિન એ. 594 માર્કસ સાથે ઉતીર્ણ થયા છે. તેમજ 400 થી વધુ માર્કસ મેળવનારા નવયુગના કુલ 21 વિદ્યાર્થીઓ છે. આ બધા વિદ્યાર્થીઓએ ઝળહતી સફળતા પ્રાપ્ત કરી શાળા તેમજ શહેરનું ગૌરવ વધાર્યુ છે. તેમજ નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.