રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશીષ ભાટિયા તથા અધિક પોલીસ મહાનિદેશક નીરજા ગોટરુની સ્ટેટ મોનીટરીંગ સેલની સુચનાને આધારે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય, સ્ટેટ મોનીટરીંગ સેલએ આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાની સ્ટેટ મોનીટરીંગ સેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના લિસ્ટેડ વોન્ટેડ બુટલેગરો ઉપર વોચ કરી ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશીદારૂ ઘુસાડવાની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવાની સુચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમેં સક્રિય થઈને ગુજરાત રાજ્યના પ્રોહીબિશનના કુલ ૩૮ કેસોમાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજ્ર મુરલીધરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી ગુજરાતમાં ઓર્ગેનાઇઝ રીતે અન્ય રાજ્યોમાંથી વિદેશી બનાવટનો દારૂ ઘુસાડવાના ગુનાઓ આચરે છે. જે ધરપકડથી બચવા માટે દુબઈ ભાગી ગયેલ હોવાનું સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આરોપીના પાસપોર્ટની માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિજય ઉર્ફે વિજુ મુરલીધર ઉધવાણીની રેડ કોર્નર નોટીસ તૈયાર કરવામાં આવી છે. ત્યારે રાજ્યની સી.આઇ.ડી. ક્રાઇમ તથા સી.બી.આઇ. દિલ્હી મારફતે ઈન્ટરપોલને આ નોટિસ મોકલતા ઈન્ટરપોલ દ્વારા નાસતા ફરતા આરોપી વિજય ઉર્ફે વિજ્ મુરલીધર ઉધવાણી વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરેલ છે.