હળવદના મેરુપર ગામે આવેલ બાલિકા શાળામાં શિક્ષિકાઓના ત્રાસથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપાર ગામમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બે શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા હોઈ તેમજ માનસિક ત્રાસ આપતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે શિક્ષિકાઓના માનસિક ત્રાસથી ૧૭ જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હોઈ ત્યારે તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
શાળામાં બે શિક્ષિકાઓ વિદ્યાર્થીનીઓ ને માર મારતા હોઈ અને માનસિક ત્રાસ આપતા હોઈ ત્યારે અવાર નવાર માર મારતા હોઈ ત્યારે શાળાના ઉપરી અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. બાદ ગઈકાલે રજૂઆત કરવા ૫૦ કેટલી વિદ્યાર્થીનીઓ રજૂઆત કરવા ગયા હોઈ ત્યારે સંચાલકોએ “જવું હોઈ ત્યાં જાવ” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદ ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા શાળા છોડવાનો ફેંસલો કરી લેવામાં આવ્યો હતો બાદ વિદ્યાર્થીનીઓ શાળામાં બાજુના રૂમમાં સંતાઈ ગઈ હતી બાદ જ્યારે વિદ્યાર્થીનીઓ મળી ત્યારે શિક્ષિકાઓ દ્વારા તેમને રૂમમાં પુરી ૪ કલાક સુધી ટોર્ચર કરવામાં આવી હતી. અને વિદ્યાર્થિનીઓને તેમના વાલી સાથે પણ વાત કરવા ના દેતા હોય ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે ડરના કારણે ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓ ની તબિયત બગડી હતી ત્યારે તેમને સરકારી હોસ્પીટલ ખસેડવામા આવી હોવાની વાત સામે આવી રહી છે.