આવતીકાલે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

વધુમાં આ રોડ શો માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ગુજરાત ભરના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાય તેવી શકયતાઓ હાલ સેવાઇ રહી છે.
તેમજ જો આ રોડ શોના રૂટ ની વાત કરીએ તો સાંજે ૦૪:૦૦ વાગ્યે મોરબી બાયપાસ થી શરૂ થનાર આ રોડ શો સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, સરદારબાગ થી લાતીપ્લોટ ચોક, રામ ચોક ત્યાંથી જુના બસ સ્ટેન્ડ તરફ અને બાદમાં નહેરુ ગેટ થઈને યદુનંદન ચોક પાસેથી પસાર થઈને ટાઉનહોલ ખાતે પૂર્ણ થવાનો છે તેમજ અલગ અલગ પોઇન્ટ પર અલગ અલગ તાલુકાઓ તેમજ શહેર ભાજપના આગેવાનો દ્વારા રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી.નડ્ડાનું સ્વાગત પણ કરવામાં આવશે.









