ગત રાત્રિએ રવાપર રોડ પર આવેલ એક્સિસ બેંકનું એટીએમ લુંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે મોરબી પોલીસ નો સતર્કતાના કારણે આ પ્રયાસ નિષ્ફળ બન્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ ઈસમને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ગતરાત્રિના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રવાપર રોડ પર આવેલ સેલના પેટ્રોલ પંપ સામે ની એક્સિસ બેન્કના એટીએમ નજીક શંકાસ્પદ રીતે દેખાયો હોય અને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોય ત્યારે પોલીસની વેન પેટ્રોલિંગ માં હોય જેથી લાઈટ જોઈ એ ઈસમ ઊભો રહી ગયો હતો બાદ પોલીસને ઉભેલ ઇસમને શંકાસ્પદ જણાતા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ ઈસમ પોતે પૈસા ઉપાડવા આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને શંકા જતા શંકાસ્પદ ઇસમને સાથે રાખીને એટીએમ ચેક કરતા એટીએમ ટુટેલ હાલતમાં હોય ત્યારે પોલીસ દ્વારા સ્થળ પરથી જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે પોલીસની આ સતર્કતા થી એટીએમ માં પડેલ ૧૦ થી ૧૫ લાખ રૂપિયા ની રકમ બચી ગઈ હતી.
હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બેંક મેનેજરની ફરિયાદ નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.