Friday, January 10, 2025
HomeGujaratઆહીર સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા...

આહીર સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ૧૩મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા મોરબી જિલ્લાના આહીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે ૧૩માં સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજનનું આગામી તા.૨૫/૦૯/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની આમંત્રણ પત્રિકામાં આહીર કર્મચારી મંડળ દ્વારા અનોખો આવકાર આપતા લખવામાં આવ્યું હતું કે, ચાલો સૌ સાથે મળી સમાજને વધુ સક્ષમ બનાવીએ. તે માટે વધુને વધુ સંગઠિત બની અને તેના દ્વારા સમાજને રચનાત્મક પ્રવૃત્તિ તરફ વેગવંતુ કરીએ.

- Advertisement -
- Advertisement -

શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના મંત્રી મયુરભાઈ એમ. ગજીયા તેમજ પ્રમુખ અજયભાઈ એમ ડાંગર દ્વારા આહિર સમાજના લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને તથા જીગ્નેશ સૌ કોઈને જીવન ઘડતર તથા કારકિર્દી માર્ગદર્શન માટે જ્ઞાતિના શ્રેષ્ઠ વક્તાઓનો આ કાર્યક્રમમાં લાભ મળશે. સાથે સાથે સંત-વડીલોના આશીર્વાદો મળશે અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા આહીર સમાજના લોકોને કાર્યક્રમમાં અચૂક પધારવા આયોજકો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!