મોરબી તાલુકાના પ્રેમજીનગર વિસ્તારમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેતન બચુભાઇ વરણે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે યુવાને ગળેફાસો ખાયો હોવાની જાણ થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડો. ડી.કે.પટેલ દ્વારા યુવકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઇ પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.