બાળકોને પોષણને લગતી રમત રમાડવામાં આવી તથા વાલીઓને માર્ગદર્શન અપાયું
દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રીય વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પોષણ અભિયાનને જન આદોલનનું સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણ ને લગતા સંદેશાઓ ઘર-ઘર સુધી પહોંચે અને દેશમાં કુપોષણ નાબૂદ થાય તે હેતુથી કાર્યક્રમો અને દૈનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લાની દરેક આંગણવાડી કક્ષાએ ગત તા.૨૦/૦૯/૨૦૨૨ ના રોજ બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજન અન્વયે બાળકો દ્વારા પોષણને લગતી રમતો રમાડવામાં આવી હતી. ઉપરાંત એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનીટેશન તેમજ પોષ્ટિક આહાર વિષે ઉપસ્થિત બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.