Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી તાલુકા સેવા સદનનાં પશ્ચિમ ભાગના દરવાજા ખુલ્લા રાખવા મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ

મોરબી તાલુકા સેવા સદનનાં પશ્ચિમ ભાગના દરવાજા ખુલ્લા રાખવા મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ

મોરબીના લાલબાગમાં આવેલ તાલુકા સેવા-સદનનાં પશ્વિમ ભાગનાં દરવાજા મુખ્યત્વે બંધ રહેતા હોવાથી દરવાજા ખુલ્લા રાખી સિક્યુરિટી મુકવા સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેકટર અને મામલતદારને ફરિયાદ મોકલી તેમના મારફત મુખ્યમંત્રીનાં જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓકટોબર-૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા દ્વારા મુખ્યમંત્રીનાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓક્ટોબર-2022માં ફરિયાદ દાખલ કરાવવા મોરબીનાં જિલ્લા કલેક્ટર અને મામલતદારને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી તાલુકાના તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં કાયદાથી અજ્ઞાન લોકોની મોટા પ્રમાણમાં સરકારી કામ અર્થે ભારે ભીડ રહેતી હોય છે. તેમજ ગામડાનાં લોકો વૃધ્ધ પેન્શન, વિઘવા પેન્શન તેમજ જાતિ-આવકના પ્રમાણપત્રો અને ખેડૂત વર્ગના લોકો રેવન્યુ કાગળો મેળવવા વધુ પ્રમાણમાં આવતાં હોય છે અને આવા લોકોની ભીડ અને લોકો તાલુકા સેવાસદનની અંદર અલગ-અલગ કચેરીઓએ જોવા મળતી હોય છે. ત્યારે આ બિલ્ડંગમાં અલગ-અલગ અવર-જવર માટે દરવાજા મુકવામાં આવ્યા છે. પરંતુ બિલ્ડિંગનાં મુખ્ય દરવાજા સિવાયના તમામ દરવાજાને તાળા મારી બંધ રાખવામાં આવે છે. જેના કારણોસર બિલ્ડિંગની અંદર કોઇ દુર્ઘટના સર્જાય તો લોકોને બિલ્ડિંગથી બહાર નીકળવા મુશ્કેલી પડે તેમ છે. અને લોકોમાં ભાગદડનાં સમયે મોટી સંખ્યામાં જાન-હાની થવાનો ખત્તરો રહેલો છે. ત્યારે આ એક ગંભીર પ્રશ્નો ન બને તે માટે ગુજરાત સરકારનું અંગત ઘ્યાન દોરવા મુખ્યમંત્રીનાં જીલ્લા-સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓકટોબર ૨૦૨૨માં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. તેમજ સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું અને તેમના દ્વારા તાલુકા સેવાસદન લાલબાગ મોરબીની બિલ્ડિંગનાં તમામ દરવાજા કચેરીનાં સમયગાળાં દરમિયાન ખુલ્લાં રાખવા અને બધા ગેઈટે સીકયુરીટી મુકવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!