Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના વનાળીયા ગામના વર્ષો જુના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવતા મામલતદાર

મોરબીના વનાળીયા ગામના વર્ષો જુના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવતા મામલતદાર

મોરબી તાલુકાના વનાળીયા ગામનાં ખેડૂતોનો વર્ષોથી ચાલતો આવાતો જૂનાં મહેસુલી પ્રશ્નાનો આખરે નિવેડો આવ્યો છે. મામલતદાર દ્વારા આ અંગે જિલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી તેમના માર્ગદર્શન હેઠળ આગવી સુઝબુઝ દાખવી તાત્કાલિક અસરથી ખેડૂતોના પ્રશ્નનો નિરાકરણ લાવ્યો છે. જેને લઇ આજે વનાળીયા ગામનાં સરપંચ,ગ્રામપંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રક વર્ષ ૧૯૮૧ થી ૧૯૮૩ સુધીમાં ગામ નમુના નં.૬ની નોંધ નં ૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ અને ફરીથી વાર્ષ ૨૦૦૦ થી ૨૦૦૧ સુધીમાં નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ કરવામાં આવી હતી. આમ,એક જ નંબરની બે હકકપત્રની નોંધો દાખલ થઈ હતી. પરંતુ આ બંને નોંધોના પ્રકાર, દાખલ તથા પ્રમાણિત તારીખ હિત ધરાવનારાઓ તથા અસરકર્તા સર્વે નંબરો તથા નિર્ણયો અલગ-અલગ હોવાથી ખેડુત ખાતેદારોને તેમની જમીનના ટાઈટલમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.વધુમાં, ગુજરાત સરકાર દ્વારા મેન્યુઅલ હકકપત્ર નોંધો સ્કેન કરાવી ઓનલાઈન કરવામાં આવી ત્યારે સોફ્ટવેરમાં એક ગામે એક નંબરની એક જ નોંધ અપલોડ થઈ શકતી હોવાથી બેવડાતી અન્ય નોંધો ઓનલાઈન થઈ ન શકતાં ખાતેદારોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

જે બાબતે ગામનાં ખાતેદાર ખેડુતો, આગેવાનો અને સરપંચ દ્વારા મહેસુલી અધિકારીઓ, પદાધિકારીઓને ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી. તેમજ મુખ્યમંત્રીનાં સ્વાગત કાર્યક્રમમાં પણ આ અંગે રજુઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આ પ્રશ્ન મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાને ધ્યાને મુક્યો હતો. જેને લઈ તેમણે આ પ્રશ્નમાં અંગત રસ દાખવી મોરબીના કલેક્ટર જે.બી.પટેલ તથા પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાનું માર્ગદર્શન મેળવી એક જ નંબરવાળી બંને નોંધોની અલગ-અલગ સ્કેન કોપીની એક જ સ્કેન કોપી બનાવી અપલોડ કરવાનું નક્કી કરેલ પરંતુ તેમ કરવા જતાં એક જ નોંધ નંબરમાં બે અલગ પ્રકારની નોંધોમાં ફેરફારનાં પ્રકારો તથા સર્વે નંબરો સમાવિષ્ટ થતાં હોઈ ભવિષ્યમાં ટાઈટલનો પ્રશ્ન ઉદ્દભવી શકે તેમ હોવાથી તેમણે મહેસુલી સુઝ દાખવી રેવન્યુ ઓથોરીટીએ એક સરખા નંબરવાળી બે નોંધમાંથી ટાઈટલ ચકાસણી સમયે જે સર્વે નંબરનું ટાઈટલ તપાસવાનું હોય તેને લાગુ પડતી નોંધ ધ્યાને લેઈ તે મતલબનો હુકમ કરવા વિગતવાર દરખાસ્ત પ્રાંત અધિકારીને મોકલતા તેઓએ પણ આ મામલે અંગત રસ દાખવી ખાતેદારોનાં હિતમાં હુકમ કરી હુકમી નોંધ દાખલ કરી આપતાં વર્ષો જુના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું છે. જેને લઈ આજે વનાળીયા ગામનાં સરપંચ,ગ્રામપંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!