મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ પોલીસ મથકમા અપમૃત્યુ ના પાંચ બનાવ નોંધાયા હતા.
જેમાં પ્રથમ બનાવમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ વિસીપરા પાછળ રોહિદાસપરા ના રહેવાસી કરસનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. ૪૫) ગત ૨૯/૦૮/૨૦૨૨ ના રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર પહેલા માળેથી પડી ગયા હોઈ ત્યારે જે ૩૦/૦૮/૨૦૨૨ ના રોજ મરણ ગયેલ હોઈ જેના ઇન્કવેસ્ટના પેપર આવેલ હોઈ ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથક માં મૃત્યુનોંધ કરવામાં આવેલ છે.
તો બીજી તરફ ટંકારા નસિતપર ગામે રહેતા મહેશભાઈ રંગપડીયા ની વાડીમાં આવેલ કૂવામાં દીપકભાઈ ગુમાનસિંગ ભુરીયા કોઈ કારણોસર ડૂબી જતાં મૃત્યુ પામેલ હોઈ જેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ટંકારા પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.
જ્યારે ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં જયેશભાઇ વાસુદેવભાઇ દળવડીની વાડીમાં વિક્રમભાઈ ઉર્ફે ઇકરિય ભંગડાભાઈ ડાવર ઉ.વ.૩૩ વાળા આંટો મારવા ગયેલ હોઈ ત્યારે વાળીને સેઢે મુકેલ ઝાટકા ના તારને અડી જતાં શોક લાગ્યો હોઈ ત્યારે તેમનું મૃત્યુ થયું હોઈ ત્યારે આ અંગે હળવદ પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.
ચોથો બનાવમાં ટંકારાના ટંકારાના હડમતીયા ગામે ભરાતા પાલનપીર ના મેળામાં આવેલ મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી ૧૭ વર્ષીય યુવક વિજય ભલાભાઈ ચાવડા, ગામમાં આવેલ કપુરિયા કુંડમાં નહાવા પડેલ હોઈ ત્યારે ડૂબી ગયા હોઈ તો ફાયરની ટીમે તેમને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ અંગે હાલ કાર્યવાહી ચાલી રહી છે.
જ્યારે પાંચમા બનાવમાં મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ રફાળેશ્વર રોડ પર આવેલ મિલેનિયમ સિરામિક કારખાનામાં સિક્યોરિટી તરીકે કામ કરતા નટુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ ઉ.વ. ૭૨ રાહે લાયન્સનગર નવલખી ફાટક વાળાને રાત્રીના સમયે કારખાનામાં કોઈ કારણોસર મરણ જતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ફરજપર હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરવામાં આવી છે.