આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રથમ આપ બાદ હવે કોંગ્રેસ દ્વારા વિવિધ બેઠકો માટે યોગ્ય ઉમેદવારો શોધવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જેમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસનાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રભારી રામકીશન ઓઝા અને કોંગ્રેસનાં નેતા નારણ રાઠવા ની અધ્યક્ષતામાં હાથ ધરાયેલ સેન્સ પ્રક્રીયામાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે ૨૦ જેટલા લોકોએ તૈયારી દર્શાવી છે.જેમાં સૌથી વધુ મોરબી માળીયા બેઠક માટે ૧૨ જેટલા કોંગી અગ્રણીઓએ તૈયારી દર્શાવી છે જ્યારે ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૦૮ જેટલા દાવેદારોએ તૈયારી દર્શાવી છે .
મોરબી માળીયા બેઠક માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ,મુકેશભાઈ ગામી, દિલીપભાઈ સરડવા,રાજુભાઇ આહીર,ડૉ.લખમણભાઈ કણઝારીયા,ધર્મેન્દ્રભાઈ વિડજા,દેવેન્દ્રસિંહ જાડેજા,અમુભાઈ હુંબલ, ક્રિષ્નાબેન બાવરવા, ભાવનિકભાઈ મૂછડીયા,રાજુભાઇ કાવર અને કાંતિલાલ બાવરવા એ ઉમેદવારી નોંધાવવા તૈયારી દર્શાવી છે ત્યારે હવે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે ૨૦ દાવેદારોએ તૈયારી દર્શાવતા હવે કોંગ્રેસ દ્વારા કોના માથે પસંદગીનો કળશ ઢોળવામાં આવશે એ મુદ્દો હાલ મોરબી જિલ્લા કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.