મોરબી ખાતે “સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન”દ્વારા મોરબી ખાતે “પાટીદાર નવરાત્રી મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થતી તમામ આવક શહીદોના પરિવારો ના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે આયોજન નો હેતુ સેવાકિય હોવાથી આયોજકો પોતે પણ પૈસા આપી ટીકીટ લઈને નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મેળવશે.
મોરબી ના રવાપર ઘુનડા રોડ પર મોરબીના રાષ્ટ્રભકત અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા તેમજ “સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન” દ્વારા “પાટીદાર નવરાત્રી મહોત્સવ” નું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોઈ છે અને દર વર્ષે નવરાત્રી માંથી થતી આવકને શહિદ પરિવારના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવતી હોઈ છે. ત્યારે આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ” સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન” દ્વારા અત્યાર સુધીમાં સહિદ પરિવારોના લાભાર્થે ૧.૫ કરોડ રૂપિયા ઘરે જઈ ને આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાઉન્ડેશન દ્વારા મોરબી વિસ્તારમાં પણ સેવાકીય કાર્ય કરવામાં આવતા હોઈ છે. ત્યારે મોરબીના નવા બસ સ્ટેશન ખાતે બનાવવામાં આવતું સરદાર પટેલ નું સ્ટેચ્યુ પણ આ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે તેમજ આયોજન દરમિયાન જે કંઈ પણ ફાળો થશે તે તમામ ફાળો છેલ્લા દિવસે શહીદોના પરિવારોને સ્ટેજ પર બોલાવી તેમને આપવામાં આવશે તેમજ આ આવક માંથી મોરબીમાં આવેલ મંદબુદ્ધિ ની શાળામા બસ નું અનુદાન આપવામાં આવશે.