મોરબી તાલુકાના આંદરણાં ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પ્રાંત અધિકારી મોરબીના અધ્યક્ષ સ્થાને તથા મોરબી મામલતદાર અને અન્ય અધિકારીઓ ની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ હોય દરમ્યાન બેઠકમાં ગામના રહેવાસી દિલીપ મહારાજ શાસ્ત્રીને અચાનક જાતિમાં દુખાવો થયો હોય તેમ જ આચકી ઉપડી હોય ત્યારે બેઠકમાં હાજર આરોગ્ય વિભાગના ડોક્ટર તથા સ્ટાફ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવેલ હતી.
ત્યારે જાણવા મળ્યું હતું કે તેમનું બ્લડપ્રેશર ખૂબ વધી ગયું હોય તો તેમને હોસ્પિટલ ખાતે ખસેડવાની જરૂરિયાત જણાવતા 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ 108 ની ટીમને આવવામાં વાર લાગે એમ હોય અને બીજી તરફ દર્દીની હાલત બગડતી જતી હોય ત્યારે પ્રાંત અધિકારી શ્રી ના વાહનમાં દર્દીને મહેન્દ્રનગર ચોકડી ખાતે ઉપસ્થિત 108 ની ટીમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા ઉપરાંત અધિકારીની ગાડીમાં મેડિકલ સ્ટાફને પણ લઈ જવાયો હતો ત્યારે સંવેદનશીલ વહીવટી તંત્રનું વધુ એક ઉત્તમ ઉદાહરણ આજ સામે આવ્યું હતું.