મોરબી એલસીબી દ્વારા બે અલગ અલગ દરોડા પાડીને મોરબીના લીલાપર ગામની સીમમાંથી આશરે દારૂની ૮૯૮૮ બોટલ કબજે કરવામાં આવી છે જ્યારે કિશન ગઢ ગામે થી ૧૧૦૫૨ બોટલ કબજે કરવામાં આવી છે ત્યારે બે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય ચાર ના નામ ખુલવા પામ્યા છે.
જેમાં પ્રથમ દરોડાની મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ કાર્યરત હોય દરમિયાન એલસીબી ની ટીમને ખાનગી રાહે બાતમી મળતા મોરબીના લીલાપર પાસે આવેલ રાધે પાર્ટી પ્લોટ ની પાછળ શિવ ગૌશાળા સંચાલિત ગીર ગાય ગૌશાળા ડેરી ફાર્મ ની બાજુમાં આવેલ મિત વિજયભાઈ ચૌહાણ વાળાએ ગોડાઉન ભાડે રાખેલ હોય જેમાં આરોપી દીપકભાઈ ખોડુભા વાઘેલા,ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા,ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ વાળા એકબીજા સાથે કરી વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી વેચાણ અર્થે સંગ્રહ કર્યો હોય, ત્યારે બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા ગોડાઉન માંથી આશરે ૮૯૮૮ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૪૦,૫૧,૮૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો ત્યારે એલસીબી દ્વારા તમામ જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને આરોપી મિત વિજયભાઈ ચૌહાણ ને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજા દરોડાની મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમને ખાનગી રહે બાતમી મળી હોય કે કિશનગઢ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બિયરનો જથ્થો હેરાફેરી કરવી વેચાણ અર્થે એક ટ્રકમાં સંગ્રહ કરી રાખ્યો હોય છે બાતમી ના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા સીમમાંથી ટ્રક નંબર જીજે-૦૭-ઝેડ-૭૫૨૪ મળી આવ્યો હતો જેની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની સીલપેક કાચની અને પ્લાસ્ટિકની દારૂ અને બિયરની ૧૧૦૫૨ બોટલ કી.રૂ.૧૩,૨૩,૬૦૦/- મળી આવી હતી. ઉપરાંત ગુનામાં વપરાયેલ ટ્રક કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- મળી કુલ ૨૦,૨૩,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઉપરાંત પોલીસ દ્વારા સ્થળ પરથી મદન અજુદી વિશ્વકર્મા (ઉંમર વર્ષ ૩૬, મૂળ મધ્યપ્રદેશ) વાળાને પકડી પાડવામાં આવ્યો છે.જ્યારે અન્ય આરોપી નયન રાયકાભાઈ ગઢવી (રહે.સોખડા તા.જી.મોરબી)વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત બંને કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમા,,પીએસઆઈ એ.ડી. જાડેજા, તેમજ એલસીબી પેરોલ ફર્લો સ્કોડ ,AHTU સહિત ની ટીમ જોડાઈ હતી.