મોરબી માળિયા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જે મામલે વિરોધ અને ભારે વિવાદ સર્જાયો છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર આ એસોસિએશનના ૫૦ ગામના સરપંચોએ ખુલાસો કર્યો છે કે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા કોઈપણ ગામના સરપંચને જાણ કર્યા વગર પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક ખૂબ જ કરી લીધી છે જેથી 50 ગામના સરપંચોએ આ બોડીને માન્ય ન ગણવાનું નક્કી કર્યું છે ત્યારે તેમને એવું પણ જણાવ્યું હતું કે જો મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના લેટરપેડ નો ગેર ઉપયોગ થાય તો તેમની કોઈ જવાબદારી રહેતી નથી. ઉપરાંત તેમને આ બોડીને વર્ણી કરીને બનાવેલી હોવાનું પણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તરીકે કાંતિલાલ પેથાપર અને ઉપપ્રમુખ તરીકે બ્રીજરાજ સિંહ જાડેજા ની વરણી કરવામાં આવી છે પરંતુ ૫૦ ગામના સરપંચો દ્વારા એવું કહેવામાં આવે છે કે તેમને આ બાબતની કોઈ જાણ કરવામાં આવી નથી જેથી તેઓ આ તમામ બોડીને માન્યતા આપ્યા નથી તેવું જણાવ્યું છે. ક્યારે આ બોડીની વરણી થતાં ૫૦ થી વધુ ગામના સરપંચોએ વિરોધ કર્યો છે. ઉપરાંત આ બોડી બનતા ની સાથે જ વિવાદો સર્જાયા છે.