હળવદ તાલુકાના ૧૩ જેટલા ગામના ખેડૂતોએ એલપીજી ગેસ પાઇપલાઇન નો વિરોધ કર્યો છે. એલપીજી ગેસ પાઈપ લાઈન ખેતરમાંથી જતી હોય ત્યારે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર નું વળતર ઓછું મળતું હોવાનો આક્ષેપ કર્યો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ કંડલા થી ગોરખપુર જતી એલપીજી પાઇપલાઇન નાખવાનો ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોય ત્યારે હળવદ તાલુકાના મયુરનગર, જુના દેવડીયા, પ્રતાપગઢ, ધનાડા, રાયસંગપુર, હળવદ, નવા ઘનશ્યામ ગઢ, જુના અમરાપર, નવા અમરાપર, ઇસનપુર, માલણીયાદ, ઘણાદ અને રણમલપુરના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો છે તે એલપીજી ગેસની પાઇપલાઇન નાખવાનું વળતર આઈએચબી કંપની દ્વારા માત્ર ₹20 જેટલું ચૂકવવામાં આવે છે જે સાવ ઓછું હોય ત્યારે ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે સાથે હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું છે કે જો યોગ્ય વળતર નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.