મોરબી પોલીસ દ્વારા મોરબીના ત્રણ અલગ અલગ વિસ્તારમાં દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણ ઇસમોને દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ દરોડા માં મોરબી તાલુકા પોલીસ દ્વારા હળવદ હાઇવે પર આવેલ ઊંચી માંડલ ગામની આગળ આવેલ લકગ્રેસ સિરામિક કારખાના પાસે આવેલ સામેના રોડ પર રેઇડ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ને સ્થળ પરથી રાજુભાઈ હેમુભાઈ ચૌહાણ ઉ.વ.૨૯ વાળાને બ્લેન્ડર પ્રાઈડ પ્રીમિયમ વિસ્કી ની બોટલ નંગ -૨ કી.રૂ.૧૭૦૦/- સાથે પકડી પાડવામાં આવ્યો છે.
ત્યારે બીજા દરોડા માં બી ડિવિઝન પોલીસ દ્વારા જૂના ઘુંટુ રોડ પર ત્રાજપર ખારી જવાના ઢાળીયા પાસે થી આરોપી ભરતભાઈ જીવણભાઈ કળોતરા ઉ.વ.૩૧ વાળાને દારૂની ૨ બોટલ કી.રૂ.૭૫૦/- સાથે પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આ અંગે પ્રોહિબિસન અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્યારે ત્રીજા દરોડા માં એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના પરસોતમ ચોક થી આગળ રાષ્ટ્રીય શાળા પાસે રેઇડ કરવામાં આવી હતી જ્યાં આ કામના આરોપી હાર્દિકભાઈ મહેશભાઈ ગોહિલના ના કબ્જા વાડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ નં જીજે -૩૬-ડી -૯૩૧૮ કી.રૂ. ૨૫૦૦૦/- સાથે ઇંગ્લિશ દારૂની ૧ બોટલ કી.રૂ.૫૨૦/- કુલ કી.રૂ.૨૫૫૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી હાર્દિકભાઈ ગોહેલને પકડી પાડવામાં આવ્યો છે.