લોકોને હાલાકી : મોરબી શનાળા રોડ પર વીજતાર તૂટી જતાં નાની મોટી સો થી વધુ સોસાયટીમાં મોડી રાત્રે વીજપુરવઠો ગુલ : તાર તુટતા ખામી સર્જાઈ હોવાનો વીજતંત્ર નો રદીયો
મોરબીમાં શનાળા રોડ પર મોડી રાત્રીના એક વાગ્યા બાદ વીજપુરવઠો અચાનક જ ગુલ થઈ ગયો હતો જેને લઇને મોરબી શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ,ઉમિયા નગર,પીજી કલોક,આશા પાર્ક,માધવ પાર્ક,શ્રિકુંજ સોસાયટી,અવધ સોસાયટી,ધર્મલાભ સોસાયટી સહિત નાની મોટી સો થી વધુ સોસાયટીઓમાં વીજ પુરવઠો ગુલ થઈ જવા પામ્યો હતો જેને લઇને દશેરાના તહેવારોને લઈને થાકેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જો કે આ તકે મોરબી મીરર દ્વારા વીજતંત્ર ને ફોન કરતાં આં લખાય છે ત્યારે (૩.૩૦) વાગ્યે અડધી કલાકમાં વીજ પુરવઠો કાર્યરત થઇ જશે અને બાયપાસ થી શનાળા વચ્ચે ત્રણ વીજતાર તૂટી જતાં આં સમસ્યા સર્જાઈ હોવાનું વીજતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે મોડી રાત્રીના અચાનક જ લાઈટ જતાં નાના બાળકો અને વૃદ્ધો ને ભારે હાલાકી થવા પામી છે અને. સોસાયટીઓમાં લોકોને બફારા નાં લીધે ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂવાની ફરજ પડી હતી.