ગુજરાતમાં પાન મસાલા ખાતા લોકોની સંખ્યા વધારે છે ત્યારે રોડ રસ્તા પર પાન માવાની પિચકારીઓના નિશાન જોવા મળવા એ સામાન્ય વાત છે પરંતુ સરકારી કચેરીઓમાં પણ આ દ્રશ્યો જોવા મળે એ થોડી નવાઈ ની વાત લાગી રહી છે કેમ કે સરકારી કચેરીના બારણાઓ અરજદારોનું પિચકારીના લાલચોળ નિશાન સાથે સ્વાગત કરે છે આ પ્રકારના દ્રશ્યો દેખાય તે માટે અધિકારીઓ તો જવાબદાર છે જ પરન્તુ આ રીતે જ્યાં ત્યાં થૂંકતા લોકો પણ એટલા જ સહભાગી છે.
મોરબી જિલ્લો બન્યો એ પેહલા લાલબાગ ખાતે આવેલ સેવા સદન થી દરેક કામગીરી થતી હતી તમામ અધિકારીઓ પણ ત્યાં બેસતા હતા તેમજ બહારથી કોઈ કામ કે વિઝીટ પર અધિકરીઓ આવતા હતા પરન્તુ સો ઓરડી પાસે નવું જિલ્લા સેવા સદન બનતા મોટા ભાગની કચેરીઓ ત્યાં કાર્યરત થઈ છે અને તાલુકા સેવા સદનમાં અધિકારીઓ નું આવન જાવન ઓછું થઈ ગયું છે જેથી તાલુકા સેવા સદન જાણે ઘણી ધોરી વગરનું થઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળે છે.જેમાં તાલુકા સેવા સદનમાં આવેલ કચેરીઓના મોટા ભાગના બારણાંઓ પાન ની પિચકારી થી લાલચોળ થઈ ગયા છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હાલમાં તાલુકાની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓને દ્રશ્યો નહિ દેખાતા હોય તેમજ બારીઓ જ ગોખલા માં ઢગલાબંધ ગંદકી જોવા મળી રહી છે અરજદારો ને પાણી પીવા માટે રાખવમાં આવેલ કુલર પણ બંધ જોવા મળી રહયા છે ત્યારે હવે મોરબી તાલુકા સેવાસદન માં જાવ તો કોઈ વર્ષો જૂની અવાવરું હવેલી માં ગયા હોય એવો આભાસ થાય છે અને આ મામલે અધિકારીઓ ની સાથે સાથે આવા કૃત્ય કરતા લોકોએ પણ જ્યાં ત્યાં ન થૂંકીને જાગૃત નાગરિક હોવાની ફરજ નિભાવવી જોઈએ.