Thursday, January 9, 2025
HomeGujaratમોરબીનાં ચકચારી મણી મંદિર પાસે લેન્ડગ્રેબિંગના આરોપી મુંઝાવરને અમદાવાદ એરપોર્ટ પરથી પકડવામાં...

મોરબીનાં ચકચારી મણી મંદિર પાસે લેન્ડગ્રેબિંગના આરોપી મુંઝાવરને અમદાવાદ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો 

હેરિટેજ મણી મંદિર પાસે ગેરકાયદેસર રીતે મસ્જીદ બનાવવા બદલ નોંધાઈ હતી એ ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ : શૉ કોઝ નોટિસ પણ જાહેર કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી હેરિટેજ મણીમંદિર ની બાજું માં કોઈ પરમિશન કે મજૂરી વિના મસ્જીદ નું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાની ખાસ ટીમ દ્વારા એક બે નહીં પણ અનેક નોટિસ આપી આં ગેરકાયદેસર મસ્જીદ માન સન્માન સાથે જાતે દૂર કરવા સૂચના આપી હતી આમ છતાં તમામ નોટિસને નજર અંદાજ કરવામાં આવી હતી જેમાં ગત તા ૨૫ નાં રોજ આં બાબતની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસમથકમાં કરવામાં આવતા પીઆઈ એમ પી પંડ્યા સહિતની ટીમે કલેકટર નાં અભિપ્રાય બાદ લેન્ડ ગેબિંગ નો ગુનો નોંધ્યો હતો જેમાં મસ્જિદ મુંઝાવર હાશમશા ઝાકિરશા ફકીર (ઉ.વ.૬૦ રહે.ભરવાડ શેરી મસ્જિદની સામે,મોરબી) નાસતા ફરતા હતા જેમાં મોરબી પોલીસે આરોપીને પકડવા ખાસ ટીમ બનાવી હતી અને ઇન્ટરનેશનલ શો કોઝ નોટીસ પણ જાહેર કરી હતી ત્યારે આજે મસ્જિદના મૂંઝાવર હાશમશા ને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યો હતો જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી નાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી. એ.ઝાલા સહિતનાં દ્વારા ખાસ ટીમ બનાવી આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં આરોપીના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!