મોરબીમાં ગેરકાયદેસર રીતે તેમજ મંજૂરી વગર ઘણી બધી ઇમારતો બનાવી દેવામાં આવી હોય પરંતુ અત્યાર સુધી તેમના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે મોરબી એક કોંક્રિટ નું જંગલ બની ગયું છે. ઠેર ઠેર ગેરકાયદેસર રીતે તેમજ વગર મંજૂરીએ ઇમારતો ખડકી દેવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખડકેલ બિલ્ડીંગોનું ડિમોલેસન હાથ ધરવામાં આવ્યું છે
.
ત્યારે આજરોજ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા મોરબીના પંચાસર રોડ પર આવેલ ગેરકાયદેસર ઈમારતનું ડિમોલેશન કરવામાં આવ્યું છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ હાઇકોર્ટના આદેશ બાદ મોરબી નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર બિલ્ડીંગની બાજુમાં મકાન ધરાવતા ભાવેશ કુંડારીયાએ હાઇકોર્ટમાં દાખલ કરી હતી કે ડેનિસ ગામી અને અન્ય ભાગીદારો દ્વારા જ્યારે કાયદાશરે ત્યાં સાત માળનો એપાર્ટમેન્ટ ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ ઇમારત નો ડિમોડેશન કરવામાં આવ્યું છે. જ્યારે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત આ ગેરકાયદેસર ઇમારતને ક્રમાનુસાર આજુ બાજુના લોકોને કોઈ તકલીફ ન પડે એ રીતે જમીન દોસ્ત કરવામાં આવશે.