હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે સૌ વધુ એક ડગલું આગળ વધ્યા હોય ત્યારે સોશિયલ મીડિયા પર તેમજ ઇન્ટરનેટની દુનિયામાં થતા સ્કેમ અને ફ્રોડથી બચવા માટે લોકોને મોરબી પોલીસ દ્વારા જાગૃત કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મોરબી પોલીસ દ્વારા 5G સીમ અપગ્રેશન ના ફ્રોડ થી લોકોને બચાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જ્યારે મોરબીની જનતાને મોરબી પોલીસ જણાવે છે કે, આપના મોબાઇલમાં કોઈપણ લિંક અથવા એસએમએસ મારફતે તમારું સીમ 5G માં અપગ્રેડ કરવાનું જણાવે ત્યારે આવા કોઈ પણ મેસેજ કે લિંક પર ક્લિક કરવું નહીં કારણ કે અપરાધીઓ દ્વારા સીમકાર્ડને સ્વેપ કરી ઉપભોક્તા સાથે નાણાકીય અપરાધ થઈ શકે છે ત્યારે કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું અને અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ.
તદુપરાંત મોરબી પોલીસ દ્વારા મોરબીની જનતાને સોશિયલ મીડિયા ઉપર જ્ઞાતિ જાતિ ધાર્મિક કે સામાજિક લાગણી દુપાય તેવી વાંધાજનક પોસ્ટ મૂકવી લાઈક કરવી કે શેર કરવી તે ગુનો બને છે ત્યારે સામાન્ય જનતાએ આવી કોઈ અફવા કે કોઈ વાતમાં આવું નહીં અને બીજી તરફ આવી અફવા ફેલાવનાર લોકો ને મોરબી પોલીસે ચેતવણી આપી છે કે આવી કોઈ પોસ્ટ મૂકનાર કે શેર કરનાર સામે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત મોરબી જિલ્લા પોલીસ સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખી રહી છે. ત્યારે સામાન્ય જનતા સોશિયલ મીડિયા ના કે કોઈ આવા સ્કેમની અંદર ફસાઈ ના જાય તે બાબતે મોરબી પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.