હળવદ તાલુકાના રણમલપુર ગામે ત્રણ રસ્તા પાસે આવેલ પાવભાજી ની લારી પાસે નવરાત્રીમાં થયેલ બોરડા ચાલી નો ખાર રાખી ફરિયાદીને પથ્થર વડે માર માર્યો હતો. ઉપરાંત છરી વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો બાદ આ કામના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા ઉંમર વર્ષ ચાલીસ વાળા એ હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે થોડા સમય પહેલા નવરાત્રી દરમિયાન આ કામના આરોપી ગોપાલભાઇ કેશભાઇ કોળી રહે.મંગળપુર વાળા સાથે બોલાચાલી થઈ હોય જેનું મનદુઃખ રાખી અન્ય આરોપીબળદેવભાઇ ગોવાભાઇ કોળી રહે.કોપરણી ભુરાભાઇ ગુગાભાઇ કોળી રહે. રહે.મંગળપુર ને સાથે રાખી રણમલપુર ગામે આવેલ ત્રણ રસ્તા પાસે આ કામના ફરિયાદીને રોકી આરોપી નંબર ૧ દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારવામાં આવ્યા હતા ત્યારે આરોપી નંબર ૨ દ્વારા તેમને છરીના ઘા ચિકવાના પ્રયત્ન કર્યા હતા અને ત્રણેય આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ત્યારે આ અંગે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.