Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમા અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમા અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં આજરોજ અપમૃત્યુના ચાર બનાવો અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા સબજેલ રોડ પર આવેલ જે.કે.હોટલ રૂમ નં ૩૦૫ ની અંદર વિકાસ રાજેંદ્ર પ્રસાદ ઉ.વ. ૩૯ રે જામનગર રાજેશ્વર સરસ્વતી સો.સા નવાગામ ઘેડ ડાંગરવાડા જામનગર એ દરવાજા (બારી) ના વેંટીલેશન મા દોરી થી પોતાની જાતે થી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્યારે બીજા બનાવવામાં મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામે (જેતપર) મધુબેન વા.ઓ. બાબુભાઇ સુરેલા ઉ.વ. ૬૦ રહે સોખડા ગામ વાળાએ ગત તારીખ 6 ઓક્ટોબર ના રોજ સવારે 10:30 કલાકે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હોય ત્યારે ગત તારીખ 11 ના રોજ રાત્રે 12:30 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.

ત્યારે ત્રીજા બનાવમાં વાંકાનેરના લાલપર ગામની સીમ જીવનધારા કોટન જીન માં કામ કરતા મોઇનભાઇ જાકીરહુશેનભાઇ ડંડીયા ઉ.વ. ૨૩ રહે- જુના રાજાવડલા વાળાને કોઈ કારણસર ઇલેક્ટ્રીક વાયરને અડધી જતા ઇલેક્ટ્રીક શોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં મૃત્યુનોંધ કરવામાં આવી છે.

ત્યારે ચોથા બનાવવામાં વાંકાનેર ના ઢુંવા ગામ નજીક આવેલ સનરે સીરામીક માં ડિઝાઇનિંગનું કામ કરતા હોઈ ત્યારે પારસભાઇ જીતેન્દ્રભાઇ જિંજુવાડીયા ને અચાનક ડીઝાઇનીંગ કામ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!