મોરબી ના જાંબુડીયા ગામની સીમ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં ટ્રક ચાલકે બાઈકને લેતા બાઈક પર સવાર મહિલા ને ગંભીર ઇજાઓ પહોંચી.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા જાંબુડીયા ગામની સીમ માં આવેલ ફીનીક્સ સિરામિક કારખાને એક કન્ટેનર ચાલક બેફિકરાઈ થી પોતાના હવાલા વાળો ટ્રક રજી.નં.GJ-12-BX-4200 લઈ આવતો હોય ત્યારે બાઈક પર સવાર મહેશભાઇ સેકુભાઇ પરમાર અને અન્ય બે બાઈક સવારને હડફેટે લેતા બાઈક પર સવાર સવિતાબેનને કમરના ભાગે તથા બન્ને ગોળાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા પુજાબેનને ડાબા હાથમા ઇજા પહોંચી હતી ત્યારે આ અંગે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.