પોતાના ઘરેથી દૂધ લેવા નીકળેલ વૃદ્ધા નો પીછો કરી તેમના ગળામાં થી સોનાનો ચેઈન ની ચીલ ઝડપ કરી નાસી છૂટતા બે ઇસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
જ્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદના પોલીસ લાઈન ની બાજુમાં રહેતા મંજુલાબેન વા/ઓ મહાદેવભાઇ નાગજીભાઇ પ્રાજાપતી ઉ.વ.૬૪ એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શકે તેઓ પોતે ગતરાત્રિના નવેક વાગ્યાના અરસા પોતાના ઘરેથી બહાર દૂધ લેવા નીકળ્યા હોય ત્યારે શરીરે બ્લુ શર્ટ ક્રીમ પેન્ટ તેમજ બ્લુ સ્પોર્ટ શુઝ પહેરેલ એક અજાણ્યો ઇસમ તેમનો પીછો કરતો હોય બાદ વૃદ્ધા ના ગળા માંથી સોનાનો ચેઇન ખેંચી લાલ કલરના બજાજ પલ્સર બાઈક પર બેસી નાસી છૂટ્યા હોય ત્યારે પલ્સર પર ગ્રીન અને બ્લેક ટીશર્ટ ડાર્ક ગ્રે જીન્સ પેન્ટ તેમજ ગ્રે સ્પોર્ટ શુઝ તેની પાછળ બેસી ચેન ખેંચી બંને ઈસમો રફુચક્કર થઈ ગયા હોય. ઉપરાંત ચેન ખેંચવા સમયે વૃદ્ધા ને જમીન પર પછાડી દીધા હોઈ ત્યારે તેમને ઇજાઓ પહોંચી હોય. અત્યારે આ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. વૃદ્ધા ના ગળા માંથી આશરે 8 ગ્રામ કિંમત રૂપિયા 40000/- નો સોનાનો ચેન ખેંચી જનાર બંને અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે ઉપરાંત તેમને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.