મોરબી ફાયર બ્રિગેડમાં ૧.૧૦ કરોડની કિંમતનું આધુનિક ફાયર બાઉઝર આપવામાં આવ્યું છે. ત્યારે મોરબી નગર પાલિકા પ્રમુખ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આજરોજ મોરબી નગરપાલિકા પ્રમુખ દ્વારા ફાયર ની ટીમને ફાયર બાઉઝર આપવામાં આવ્યું છે અને આ બાઉઝર આધુનિક અને અને ૧૨,૦૦૦ લીટર ની ક્ષમતા તેમજ પાણી ખેચવા માટે શક્સન બી. એ. સિટ, સિલિન્ડર ગેસ , એકઝોસ્ટ જનરેટર અને અન્ય હોર્ષપાઇપ અને ૩૨ ફૂટ ની સીડી તેમજ અન્ય ફાયર ફાયટરના સાધનોથી સજજ આ ફાયર બાઉઝર આજથી લોકો ની સેવા માં કાર્યરત રહેશે.ફાયર બાઉઝર લોકાર્પણ ના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,ચેરમેન ભાવિકભાઈ જારિયા ,ગિરિરાજસિંહ ઝાલા,કલ્પેશભાઈ રવેશિયા, કેકે પરમાર,સુરેશભાઈ સિરોહિયા તેમજ અન્ય પાલિકાના પદાધિકારીઓ અને હોદેદારો હાજર રહ્યા હતા.