મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક અજાણ્યા બાઈક ચાલકે ૨૩ વર્ષીય યુવકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અજાણ્યા બાઈક ચાલક વિરૂધ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવક મયંકભાઇ સઓફ મનસુખભાઇ સવાડીયા આર.એ.સી. સાહેબ ના બંગલો પાસે પોસ્ટ ઓફિસ થી નટરાજ ફાટક જવાના રસ્તા પર ચાલીને જતા હોઈ ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે અજાણ્યા બાઈક ચાલક વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.