મોરબીમાં પંચાસર રોડ પર સાત માળની બિલ્ડિંગમાં હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાએ ડીમોલેશન હાથ ધર્યું હતું : અરજદારે લાખો નો તોડ કરી લીધા હોવાની ચર્ચાઓ જો આ વાત ખોટી હોય તો બિલ્ડિંગ તૂટવું જોઈએ : મીડિયા માં સમાચારો પ્રસારિત થતાં માહોલ ગરમાયો હતો : તપાસની માગ સાથે હાઇકોર્ટ માં ફરી ધામા નાખવામાં આવે તેવી શક્યતાઓ
ગત તા ૧૧ ના રોજ પંચાસર રોડ પર આવેલ ગેરકાયદેસર ઇમારત નું ડીમોલિશન કરવાનું શરૂ કર્યું હતું ત્યારે મોરબી નગરપાલિકાની ખૂબ વાહ વહી થઈ હતી કેમ કે મોરબીમાં પ્રથમ વખત આ પ્રકારે એપાર્ટમેન્ટ ના ડીમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટ ના હુકમના અમલ સ્વરૂપે આ કાર્યવાહી થઈ હતી પરન્તુ કાર્યવાહી પ્રથમ દીવસે મજૂરો દ્વારા બિલ્ડીંગ ના આગળના ભાગની દીવાલો તોડવાનું શરૂ કર્યું હતું બાદમાં.મોરબી નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગ તોડી પાડવા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું પરન્તુ આજે સાત દિવસ બાદ પણ પ્રથમ દિવસે જે કામગિરી થઈ એ બાદ આજે સાત દિવસ બાદ બાંધકામ તોડવાની કોઈ કામગીરી થઈ શકી નથી ત્યારે આ કામગીરી રોકવાના કારણો રૂપે આ બિલ્ડિંગ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનાર અરજદાર ભાવેશ કુંડારિયાએ ૫૦ લાખ જેવી માતબર રકમ લઈને સેટિંગ કરી લીધુ હોય અને અરજદારે ઢીલ આપતા ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરો ડીમોલિશનની કામગીરી પર સ્ટે લઈ આવ્યા હોવાની અને તેના લીધે મોરબી નગરપાલિકા ના હથિયાર હેઠા પડી ગયાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નગરપાલિકા ની આ પ્રસંશનીય કામગીરી મામલે મીડિયા દ્વારા પણ અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા જે અહેવાલોનો લાભ લઈને અરજદારે મોટી રકમ નું સેટિંગ કરતું હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ મામલે અરજદારે પોતાને મળેલા હકનો અને નગરપાલિકાના સાધનોનો ગેરૂપયોગ તેમજ નગરપાલિકા ના અધિકારીઓ અને માણસો ના સમયનો વેડફાટ કરી મીડિયા ના અહેવાલો નો ગેરફાયદો ઉઠાવી મસમોટી રકમ નું સેટિંગ કર્યાની ચર્ચા મામલે પણ યોગ્ય તપાસ થાય તે જરૂરી બન્યું છે.