સરહદની રક્ષા કરતા ફૌજી જવાનોને દિવાળી શુભકામના સંદેશ મોકલવા જનતાને અપીલ, પ્રજાજનો શહેરના બે સ્થળે નક્કી કરાયેલ કલેક્શન સેન્ટર ઉપર સંદેશો મોકલી શકે છે.
મોરબી : સરહદોના સિંહને દીપાવલી પર્વે શુભકામના સંદેશ પાઠવવા યંગ ઇન્ડિયા ગ્રુપે નવતર પહેલ કરી છે. આ ઝૂંબેશમા લોકો પાસેથી એકત્ર થયેલા શુભેચ્છા સંદેશ કાતિલ ઠંડી, રણ પ્રદેશ અને અન્ય વિસમ સ્થળે ફરજ બજાવતા ફૌજી જવાનોને મોકલાશે, યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આ માટે શહેરમાં બે સ્થળે કલેક્શન સેન્ટર પણ શરૂ કરાયા છે.
દિવાળીના અવસર પર જીવનમાંથી નિરાશા રૂપી અંધકારને દૂર કરી ખુશીઓનો ઉદય થાય તેવી શુભેચ્છાઓ આપવાની વર્ષોથી પરંપરા છે. ત્યારે તહેવારોમાં પણ અનેક વિષમ પરિસ્થિતિ વચ્ચે જાનની બાઝી લગાવી દેશની સરહદ અને પ્રજાનું રક્ષણ કરતા સરહદના સિંહ એટલે આર્મીના જવાનોને આખો દેશ પરિવાર લાગે તેવી આત્મીયતા દર્શાવવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીની શુભેચ્છા સંદેશ મોકલવા માટે ખાસ “સરહદોના સિંહને શુભકામના સંદેશ” ઝૂંબેશ ચાલવી હતી અને લોકોએ પણ સરહદના સિંહને સાચા દિલથી શુભેચ્છાઓ સંદેશ પાઠવતા એક હજાર જેટલા એકત્ર થયેલા દિવાળી શુભેચ્છા સંદેશને યગ ઇન્ડિયા ગ્રુપે આર્મીના જવાનોને મોકલવા તૈયારી શરૂ કરી છે.
મોરબીમાં હંમેશા કંઈક અલગ અને વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય સદાય લોકોમાં દેશભક્તિની ચેતના જગાવતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્મીના જવાનોને દિવાળીની શુભકામનોઓપાઠવવા અનોખી પહેલ કરી હતી. જેમાં “સરહદોના સિંહને શુભકામના સંદેશ” ઝૂંબેશ ચલાવી હતી. ભારતીય સેનાના વીર જવાનો અનેક વિષમ પરિસ્થિતીમાં પણ કોઈપણ ભોગે માત્ર દેશસેવા કાજે જીવના જોખમે સરહદોની રક્ષા કરી તમામ ભારતીયોને નિર્ભયપણે આનંદપૂર્વક તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવાનો સલામત મોકો આપીને નિસ્વાર્થપણે બલિદાન આપતા સૈનિકોને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીની જનતાને દિવાળી તહેવાર નિમિતે શુભકામના સંદેશો પાઠવવા અપીલ કરાઈ હતી. “સરહદોના સિંહને સંદેશ” નામની ઝૂંબેશ ચલાવતા હાલ 300થી વધુ સુંદર રીતે અને ખુબ જ મેહનતથી બનાવેલ શુભકામના સંદેશોનું કલેક્શન કરીને કાશ્મીર સરહદે સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર ગલેશિયાર આર્મી બેસ કેમ્પ ખાતે તથા વિવિધ યુદ્ધક્ષેત્ર ફરજ બજાવતા ભારતીય આર્મીના જવાનોને શુભકામના સંદેશ સાથે ભાવનાત્મક સંદેશાઓ પાઠવ્યા છે અને હજુ વધુને વધુ લોકો શુભેચ્છા સંદેશ મોકલે એ માટે આ ઝુંબેશ ચાલુ છે. અને શુભેચ્છા સંદેશ આ બે સ્થળ મોબાઇલ જોન શનાળા રોડ ,એ-વન પાન ની બાજુમાં, કે કે સ્ટીલની આગળ,મોરબી, ચિંતામણી સ્ટોર
ઓમ શોપિંગ સેન્ટર ,પહેલા માળે,રવાપર રોડ મોરબી-કોનટેક નંઃ- 80008 27577 પર લોકોને મોકલી દેવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ અનુરોધ કર્યો છે.