સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત દ્વારા મોસ્ટ વોન્ટેડ આરોપીઓ ની લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં આરોપીઓને પકડનાર ને રૂપિયા 25,000 નું ઇનામ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયા દ્વારા મોસ્ટ વોન્ટેડ બુટલેગરો (દારૂના વેપાર સાથે જોડાયેલા આરોપી) ની સચોટ માહિતી આપી પકડાવશે તેમને આરોપી દીઠ 25000 રૂપિયાનું રોકડીના માપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોસ્ટ વોન્ટેડ બુટલેગોરોની યાદીમાં, વિશ્વાસ ભીમરાવ ગડરી (બોડોગે), પીન્ટુ ઉર્ફે બારડોલી પરસોત્તમ પટેલ , દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરિહાર, સુનિલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી,સુનિલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવલરામાણી આ ઉપરોક્ત ૫ બુટલેગર આરોપીની સચોટ ખબર આપી જો કોઈ પકડાવશે તો તે વ્યક્તિને આરોપી દીઠ ૨૫ હજાર રૂપિયાનું રોકડીના માપવામાં આવશે તેવી જાહેરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયા દ્વારા કરવામાં આવી છે ઉપરાંત તેમને જણાવ્યું હતું કે જો કોઈ ને આરોપી ની કોઈ માહિતી હોય તો નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયા ના મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૯૧૫૩ પર જણાવવું ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના ફોન નંબર ૦૭૯-૨૩૨-૫૪૨૯૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે.