જીવન વીમા પોલિસી અકસ્માત, ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ અથવા જીવલેણ બીમારી અને વૃદ્ધાવસ્થાના કારણે મૃત્યુના જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે. જેને લઈ આજે અને આવતીકાલે એમ બે દિવસ પોસ્ટ ઓફિસ દ્વારા આકસ્મિક વીમા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે આજ રોજ અને આવતીકાલે તા.૨૦ ના રોજ ગૃપ જનરલ વીમા પોલિસીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મેઈન પોસ્ટ ઓફિસ પરા બજારના સબ પોસ્ટ માસ્તર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જનરલ વીમા પોલિસીનાં કેમ્પમાં આપવામાં આવેલ વીમામાં વાર્ષિક ફક્ત ૨૯૯/- અથવા ૩૯૬/- નાં એક વર્ષનાં વાર્ષિક પ્રીમિયમથી આકસ્મિક રૂપિયા ૧૦ લાખનો વીમો અને રૂપિયા ૬૦ હજાર સુધી દવાખાનાનો ઓપીડી ખર્ચ પાલવ પાત્ર થશે. અને સાથે સાથે અનેક બીજા ફાયદા પણ છે. જે આકસ્મિક વીમા પોલિસી તુરંત જ લાગું પડશે. આ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ખાતેદારનું આધાર કાર્ડ અને વારસદારનું આધાર કાર્ડ સાથે રાખી આજે અને કાલે એમ બંને દીવસ લોકોને મેઈન પોસ્ટ ઓફિસમાં યોજાયેલ કેમ્પમાં આવાનું રહેશે, જેથી મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં આ વીમા કવચનું વધુમાં વધુ લાભ લેવા માટે પોસ્ટ માસ્તર રાવલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ મોરબી મેઈન પોસ્ટ ઓફિસ પરા બજારના સબ પોસ્ટ માસ્તર દ્વારા જણાવવામાં આવ્યું હતું.