પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે.જે અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ હોય જે આરોપીને બાતમીના આધારે મોરબી એલ.સી.બી.ની પેરોલ ફ્લો સ્કવોડે પકડી પાડ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે પોલીસ તંત્રને સુચના આપેલ હોય જે અન્વયે કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરે એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. પી.આઇ એન.એચ.ચુડાસમા સાથે એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડના માણસો નાસતા ફરતા/જેલ ફરારી આરોપીને પકડવા કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડાને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો મર્ડરનો આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા કે જેને નામદાર સેસન્સ કોર્ટે આરોપીને ગત તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ આજીવન કેદની સજા કરેલ હોય જે આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય જે કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ખાતે ૧૦ દિવસના વચગાળાના જામીન પર મુકત કર્યો હતો અને તેને તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું. પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર ન થઈ અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી વિધ્યુતનગર ખાતે તેના રહેણાંક મકાન ખાતે આવેલ હોવાની હકિકતને આધારે તેના રહેણાંક મકાન ખાતેથી પકડી પાડી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.