મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા પોલીસ તંત્રને સુચના કરેલ હોય જે અન્વયે મોરબી તાલુકા પોલીસની ટીમે કાર્યવાહી કરી રહી હતી જે દરમિયાન બાતમીનાં આધારે પોલીસે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે, ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે આઇશર ટેમ્પોમાં ભુસાની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જયારે આરોપી સ્થળ પર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઇ મુંધવાનાઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે, ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે એક શંકાસ્પદ આઇશર પડેલ છે. જે હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરતા આઇશરના ઠાઠામાં સફેદ કલરના ભુસાના બાચકાની આડમાં લાવટી રૂ.૬,૭૯,૫૦૦/-ની કિંમતની ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ની ૧૮૧૨ બોટલ મળી કુલ રૂ.૧૦,૨૯,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે આઇશર ચાલક સ્થળ પર મળી ન આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.