માળીયા મીયાણા પોલીસમાં વિસ્તારમાં આવતા માળિયા કચ્છ નેશનલ હાઇવે પર પર ફરિયાદી ની ગાડી બંધ પડી જતા તેઓ સાઈડમાં ઊભેલ હોય ત્યારે તેમના દીકરાને આઇસર ચાલકે હેડફેટ લેતા તેમનું મોત નીપજ્યું છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ હળવદના ચરાડવા ગામના રહેવાસી ઠાકરશીભાઈ મૂળજીભાઈ ચાવડાએ માળીયા મીયાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતે તેમના દીકરા સાથે GJ- 36-B -8302 રજીસ્ટ્રેશન નંબર વાળી અર્ટીગા કાર લઇ જતા હોય પરંતુ હાઈવે પર દેવ શોલ્ડ કારખાનાની સામે તેમની કાર બંધ થઈ જતા તેઓ રસ્તાની સાઈડમાં ઉભા હોય ત્યારે આ કામના આરોપી પોતાના હવાલા વાળું આઇસર GJ-23-x-4242 રજીસ્ટ્રેશન નંબર વાળું લઈ ઓર ઝડપે ગફલત ભરી રીતે પોતાની તથા બીજાની જિંદગી જોખમ તે રીતે ચલાવી આવતા ફરિયાદીની કારની પાછળના ભાગે ભટકાડી તેમજ ફરિયાદીના દીકરા વિજયભાઈ ઠાકરશીભાઈ ચાવડા ઉંમર વર્ષ 25 વાળા ગાડીની પાછળ ઉભો હોય તેને માથાના ભાગ ગંભીર ઈજાઓ કરતા તેમનું મોત ની બાજુ છે ત્યારે આ અંગે માળિયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
માળીયા (મી)ના જાજાસર ગામે ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટર ચાલકનું મોત
માળિયાના જાજાસર ગામે ગફલત ભરી રીતે ચલાવતા ટ્રેક્ટર ચાલક નું ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટર ચાલકને ગંભી જાઓ પહોંચી હોય ત્યારે તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા વિસ્તારમાં આવતા જાજાસર ગામ પાસે આવેલ જલાલુદ્દીન ફોલ્ટ પાસે શેરૂખા ભવેરખા મંગલિયા ઉંમર વર્ષ 46 વાળા ફોટા નું હવાલા વાળું ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર RJ-07-RD-0413 પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પોતાની અને બીજાને જિંદગી જોખમાય તે રીતે ચલાવતા હોય ત્યારે તેમનું ટ્રેક્ટર પલટી મરાવી દેતા તેમના શરીરે માથાના ભાગે તથા મોઢાના જમણી બાજુના દાઢીના ભાગી ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે માળિયા મીયાણા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.
ટંકારાના હરીપર ગામે ઝેરી દવા પી જતા યુવકનું મોત
ટંકારા ના હરીપર ગામે ઝેરી દવા પી જતા 33 વર્ષે યુવકનું મોત નીપજ્યું છે ત્યારે આ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ હજી સુધી મોતનું કારણ અકબંધ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા ના હરીપર ગામે ગોવિંદભાઈ ડોબરીયા ની વાડીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા હેમરાજભાઈ જીતરાજભાઈ ગણવા ઉંમર વર્ષ 33 વાળા ગત તારીખ 22 ના રોજ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે ફરજ પર હાજર ડોક્ટર વિશ્વાસ કાવર સાહેબ દ્વારા ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.