મોરબી જિલ્લા પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા લોકોને દંડ આપવાને બદલે ગુલાબના ફૂલ આપી ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન નહીં કરવાની સમજ આપી હતી.
ગુજરાત રાજ્ય પોલીસ વડાની સૂચના અને મોરબી એસ.પી અને પી. આઇના માર્ગદર્શન હેઠળ તમામ ટ્રાફીક પોલીસ મારફતે વાહન ચાલકોનું દંડની બદલે ગુલાબના ફૂલનું આપીને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવી છે. જે સૂચના મુજબ આજરોજ મોરબી શહેર વિસ્તારમાં પી.એસ.આઇ. ડી. બી. ઠક્કર તથા તેમની ટીમ દ્વારા મોરબી શહેર વિસ્તાર ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોને ફૂલ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન નહીં કરવાની સમજ આપી ટ્રાફિક અવેરનેસ બાબતે સચેત કરવાની સમજ આપી હતી.