દિવાળી તહેવાર દરમિયાન શહેરમાં ફટાકડા ફોડવાથી આગના બનાવ વધુ બનતા હોય છે. આ તહેવારો દરમિયાન નાના-મોટી આગ અને અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને તાત્કાલિક કાબૂમાં લેવા માટે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તમામ ફાયર સ્ટાફ સ્ટેન્ડ બાય રહેશે અને ફાયર સ્ટેશન પર હાજર રહેશે તેમ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું. તેમજ બે જગ્યાએ હંગામી નવા ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 25 લોકોને સ્ટાફ હાજર રહેશે. તેમજ 4 ફાયર ફાઈટર અને 2 વોટર ટેન્કર સ્ટેન્ડ બાય રહેશે. 2 વોટર ટેન્કરમાંથી એક સામે કાંઠે મહારાણા સર્કલ પાસે તેમજ એક નવા બસ સ્ટેન્ડ પાસે સ્ટેન્ડ બાય રહેશે. જે આજે રાત્રે 8 વાગ્યાથી ફોન કોલ આવે ત્યાર સુધી કાર્યરત રહેશે. તેમજ ફાયર સ્ટાફની તમામ રજા કેન્સલ કરવામાં આવી છે. તેમ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.