વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે જમીનના ભાઈઓ ભાગ બાબતે બે જૂથો વચ્ચે સમ સામે મારામારીનો બનાવ બન્યો હતો. ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ વાંકાનેર તાલુકા ના વાલાસણ ગામે રહેતા અલાઉદીન ભાઈ માણસિયા એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શકે તેમના અને તેમના સગા ભાઈ ની સંયુક્ત રીતે વાલાસણ ગામે જમીન આવેલી હોય ત્યારે તેના ભાઈઓ ભાગ પડી ગયા હોય તેમ છતાં તેમના ભાઈ અને ભત્રીજાઓ સહિત ૪ જેટલા વ્યક્તિઓએ અલાઉદીન ભાઈ ને માર માર્યો હોય ત્યારે આ અંગે તેમને ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ સગા ભાઇ તથા ભત્રીજાઓ થતા હોય, જેથી સંયુકત માલીકીની જમીનમાં ભાયુ ભાગ પડી ગયેલ હોય, તેમ છતા આરોપીઓએ એક સંપ કરી, ફરીયાદીનાં નાના ભાઇ અને આ કામે આરોપી રસુલભાઇ તથા ફરીયાદીનાં મોટા ભાઇનાં દીકરા આ કામે આરોપી સુલ્તાન તથા શાહબુદીનભાઇ તથા અલ્મેજએ ફરીયાદીનાં ઘર પાસે ફળીયામાં આવી, આરોપી અલ્મેજએ પાઇપ તથા આરોપી શાહબુદીનએ પાવડો અને આરોપી સુલ્તાન તથા આરોપી રસુલભાઇએ લાકડીઓ વડે ફરીયાદીને માર મારી, ફરીયાદીને માથામાં તથા કાન પાસે ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજા કરી, સાહેદ સીકંદર અબ્દુલભાઇને ઢીકા પાટુ મારી મુંઢ ઇજા કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં,રસુલભાઇ અલાવદીભાઇ માણસીયા,સુલ્તાન હુશેનગનીભાઇ માણસીયા, શાહબુદીનભાઇ ઇસ્માઇલભાઇ માણસીયા ,અલ્મેજ મામદભાઇ માણસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
તો બીજી તરફ સામા પક્ષે દીનારબેન રસુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એ રીતની ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપીઓની ભેંસ છૂટી ગઈ હોય ત્યારે દીનારબેન ભેંસના છેલ્લે આવીને ભેંસનો કિલ્લો તોડાવતા ભેસ તૂટી જતા પાછળ આરોપીઓના ફળિયામાં જતા આ કામના આરોપીઓ મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણશિયા,સિકંદર અબ્દુલભાઈ માણશિયા,અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણશિયા એ તેમને ગાળો આપી ટીકા પાટુનો માર મારી તેમજ આરોપી નંબર ત્રણના લોખંડનું આડું લઈ તેમને કેળમાં મારી મૂઢ ઈજાઓ કરી હતી ત્યારે આ અંગે તેમને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.