દિવાળીનાં નવા દિવસોમાં મોતનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મોરબીના શનાળા ગામે , મોરબીનાં લગધીરપુર રોડ ઉપર તેમજ વાંકાનેરનાં વીશીપરા વિસ્તારમાં અને વાંકાનેરના સરતાનપર રોડ પર અપમુત્યુના ચાર બનાવ બનવા પામ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે દિવાળીના દિવસે રામસુરભાઈ બીજલભાઈ વાંક નામના ૫૫ વર્ષીય આધેડ શનાળા ગામનાં રામજી મંદીરની બાજુમાં આવેલા પાણીના ખાડામાં કોઈ કારણોસર ડૂબી જતા સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેને કારણે વાંક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
જયારે બીજા બનાવમાં મોરબીના લગ્ધીર પુર રોડ પર મેટ્રોપોલ ટાઈલ્સના કારખાનાના લેબર ક્વાર્ટરમા પર રહેતા સદામભાઇ ઇકબાલભાઇ ખોખર નામના ૩૦ વર્ષીય યુવાને પોતાના ઘરે ગઈકાલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જયારે ત્રીજા બનાવમાં વાંકાનેરનાં વીશીપરામાં રહેતા સુનિલભાઇ વશરામભાઇ ડેડાણીયા નામના ૪૭ વર્ષીય આધેડનું ગઈકાલે કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. ત્યારે તેઓને ના પરિવારજનો વાંકાનેર સરકારી હોસ્પીટલ લાવતા ફરજ પર હાજર ડો. કે.બી.ડાકાએ તેમની તપાસ કરી મૃત જાહેર કરતા પરિવાર પર શોકનું વાદળ ફાટ્યું હતું. જયારે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા બનાવમાં વાંકાનેરના સરતાનપર ગામે રહેતા દેબુશીંગ સોનીશીંગ સિંહ નામના શખ્સ તા ૨૨/૧૦/૨૨ ના રોજ થી સોલારીસ સીરામીક માથી ગુમ થયા હતા. જેઓની તપાસ ચાલી રહી હાટી. જે દરમિયાન તેઓ બેભાન હાલતમાં તા. ૨૪/૧૦/૨૦૨૨ ના સાંજના ૦૪/૩૦ વાગ્યાની આસપાસ કાલસી સીરામીક સરતાનપર રોડ બાજુમાંથી મળી આવતા તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ શરુ કરી છે.