મોરબી જિલ્લામાં આપઘાત અને લોકોના આકસ્મિક અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે. ગઈકાલના દિવસમાં જ ટંકારા તાલુકાનાં નાના એવા હમિરપર ગામે બે લોકો એ અલગ-અલગ કારણોસર જીવ ગુમાવતા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં હમીરપરનાં રહેવાસી રમેશભાઈ વસ્તાભાઈ કરશીયા ગત તા-૨૪/૧૦/૨૦૨૨ ના સાંજના સાડાસાતેક વાગ્યેની આસપાસ હમીરપર ગામે જેંતીભાઈ ડાયાભાઈની વાડિએ હતા. ત્યારે તેઓએ ગમ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતા જ તેમને પ્રાથમિક સારવાર માટે પડધરી ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે બેભાન હાલત મા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડો.પંકજ દુધરેજીયાએ તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવાર માથે દુઃખનું વાદળ ફાટી ગયું હતું. જયારે અન્ય બનાવમાં ટંકારાનાં હમીરપરના રહેવાસી જયાબેન મનજીભાઈ ભોરણીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધા ગઈકાલે સવારના છ વાગ્યા આસપાસ હમીરપર ગામની બાજુમાં આવેલ કુવામાં પડી ડુબી જતા તેમને ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.