મોરબીમા અસામાજિક તત્વો અવાર-નવાર જિલ્લાની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે ગત તા-૨૬/૧૦/૨૦૨૨ના રોજ રાતના સમયે બે જુથના લોકો વચ્ચે યુટીલીટી વાહન રિવર્સ લેવા જેવી નજીવી બાબતે અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષોએ સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, સૂર્યકિર્તિનગર શેરી નં-૦૨ શાંતિપ્લે હાઉસની બાજુમાં રહેતા બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિન્હાએ ગોકુલભાઇ અને મુનીરામભાઇ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ પોતાની કિયા ફોરવીલ કાર લઇને નીકળતા ગોકુલભાઇએ પોતાની યુટીલીટી માલ વાહક રોડ ઉપર આગળ પાછળ રીવર્સ લેતી લેતા બિક્રમકુમાર ગોકુલભાઇને સમજાવવા જતા તેઓ ઉશ્કેરાયા હતા અને એકદમ ઉશ્કેરાઇ જઇને તેઓને બેફામ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારવા લાગતા પાછળથી મુનીરામભાઇએ આવી બિક્રમકુમાર સાથે બોલાચાલી કરીને તેના હાથમા રહેલ લોખંડના સળીયા વડે માર મારતા ફરિયાદીને માથામા વાગી જતા માથામા ટાંકા તથા ફેકચર જેવી ઇજા પહોંચી હતી.
જ્યારે બીજા પક્ષે મુનીરામભાઇ અદાલતભાઇ ચૌધરીએ બિક્રમકુમાર સિન્હા અને રાજુભાઇ સિન્હા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ શ્રી ગણેશ પેલેટ કારખાનાની બહાર ફોન પર વાત કરતા હતા ત્યારે બિક્રમકુમારે પોતાની કિયો કાર લઇને નીકળતા સાહેદ ગોકુલભાઇની સાથે બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર મારીને બેફામ ગાળો બોલતા જે દરમિયાન રાજુભાઇ સિન્હાએ આવીને ફરિયાદીને બેફામ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારીને કારખાનાની યુટીલીટી માલ વાહક ગાડીને લાકડી વડે આગળના કાચ ફોડી નાખીને નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.